રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા1 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા; વિસનગર પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરી

મહેસાણા; વિસનગર પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરી

વિસનગર નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અસ્વચ્છ ખાદ્ય પદાર્થો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં ટીમે શહેરની દુકાનો અને લારીઓની આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન 23 વ્યક્તિઓ પાસેથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝ અનુસાર, આ વ્યક્તિઓ પાસેથી કુલ ₹6,750નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 કિલો નોન-યુઝ પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન પાલિકાની ટીમે પાણીપુરીની લારીઓની પણ ચકાસણી કરી હતી. આશ્ચર્યજનક રીતે, કેટલીક લારીઓ પર પાણીપુરીના મસાલામાં સડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં આવા બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. નગરપાલિકાએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન બહારનો ખુલ્લો અને અસ્વચ્છ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. પાણીપુરી જેવી વાનગીઓ ખાતી વખતે સ્વચ્છતાની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. આનાથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય છે. નગરપાલિકાએ જણાવ્યું છે કે સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન ન કરનારા સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર