રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા23 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા; કડિયાકામ કરતા મજૂરો પર લૂંટારુઓનો હુમલો પોલીસે ગણતરીના કલોકોમાં પકડી પાડ્યા

મહેસાણા; કડિયાકામ કરતા મજૂરો પર લૂંટારુઓનો હુમલો પોલીસે ગણતરીના કલોકોમાં પકડી પાડ્યા

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોટાણા તાલુકાના ધોળાસણ પ્રાથમિક શાળામાં ગંભીર ઘટના સામે આવી છે. શાળામાં કડિયાકામ કરતા રાજસ્થાની મજૂરો પર ત્રણ લૂંટારુઓએ રાત્રે હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન મજૂરો સુરેશ કટારા, સીતારામ અને વિકલેશ શાળામાં જ રાત્રે સૂઈ રહ્યા હતા. અચાનક શાળામાંથી ખડભડાટનો અવાજ આવતા સુરેશ કટારા જાગી ગયા હતા. તેમણે જોયું કે સીતારામ અને વિકલેશે એક શખ્સને પકડી રાખ્યો હતો. સીતારામ અને વિકલેશે જણાવ્યું કે ત્રણ શખ્સો ચોરી કરવા આવ્યા હતા અને તેમના મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. એક શખ્સને પકડી લેતા બાકીના બે લૂંટારુઓએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને મજૂરોને ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે લૂંટારુઓ મોબાઈલ અને બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસનો કાફલો અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ત્રણેય લૂંટારુઓ સામે લૂંટ અને ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર