રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા10 ફેબ્રુઆરી, 2025| Super Admin

મહેસાણા; પાર્ટી પ્લોટમાં રૂ.4.44 લાખની મત્તા ભરેલું પર્સ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને ચોરી ગયો

મહેસાણા; પાર્ટી પ્લોટમાં રૂ.4.44 લાખની મત્તા ભરેલું પર્સ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને ચોરી ગયો

વિજાપુરના લાડોલ રોડ પર આવેલા સાથીયા પાર્ટી પ્લોટમાં દીકરીના લગ્નના મામેરામાં આવેલી ભેટ સોગાદ અને રોકડ મળી રૂ.4.44 લાખની મત્તા ભરેલું પર્સ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને ચોરી ગયો હતો. ગુરુવારે બનેલી ઘટના અંગે લગ્ન પ્રસંગ પૂરો થતાં વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV, લગ્નના કેમેરા આધારે તપાસ હાથ ધરી છે. મૂળ વિજાપુરના ફલુ ગામે મુખીવાસ અને હાલ અમદાવાદ સોલા ખાતે રહેતા અશ્વિનકુમાર કાન્તીભાઇ પટેલની દીકરી રાહિબેનનો ગત ગુરુવારના રોજ વિજાપુરના સાથીયા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ રાખેલો હોઇ મહેમાનો સાથે વગેરે હાજર હતા. ચારેક વાગે મામેરું ભરાયા બાદ મહેમાનો દ્વારા ભેટ, સોગાદ તથા રોકડ રૂ.4 લાખ, રૂ.27 હજારની 200 ગ્રામ ચાંદીની ઝાંઝર, સોનાની ચુની, કન્યાનો મોબાઇલ સહિતની વસ્તુઓ બે લેડીઝ પર્સમાં રાખી હતી. આ બંને પર્સ અશ્વિનભાઇએ તેમની બહેન નીતાબેનને સાચવવા આપ્યાં હતાં અને રાત્રે પોણા આઠેક વાગે જમવાનો સમય થતાં આ પર્સ નીતાબેને ભાણિયા જૈમિનભાઈને સાચવવા માટે આપ્યાં હતાં. જોકે, ભાણિયાએ ખુરશી ઉપર મૂકી જમવાનું તપાસ કરવા ગયો અને થોડીવાર પછી પરત આવતાં બંને પર્સ જોવા મળ્યા નહોતા. આસપાસ શોધખોળ અને સગાસંબધીઓને પૂછપરછ કરી પરંતુ પર્સ મળ્યાં ન હતા. અશ્વિનભાઇ પટેલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.ખુરશીમાં મૂકેલ રૂ.4.44 લાખની મત્તા ભરેલ પર્સ ગઠિયો ઉઠાવી ગયો

સંબંધિત સમાચાર