મહેસાણા પેરોલ ફ્લો ટીમે નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો

સાંથલ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીને પેરોલ ફ્લો ટીમે ઝડપ્યો
મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ પ્રોહીબીશન અંગે આરોપી ઝાલા છનુંભા સામે ગુનો નોંધાયો હતો. જે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો જે આરોપીને બાતમી આધારે મહેસાણા પેરોલ ફ્લો ટીમે મહેસાણા મારુતિ શો રૂમ પાસેથી ઝડપી લીધો હતો.
ખાનગી બાતમી આધારે આરોપીને ઝડપી પાડ્યો મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં એક આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ખો આપતો હતો. જે આરોપી અંગે મહેસાણા પેરોલ ફ્લોના ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ આરોપી મહેસાણા મારુતિ શો રૂમ સામે પ્રમુખ ટાયરની દુકાન પાસે ઉભો હોવાની જાણ થઈ હતી.
આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ખો આપતો હતો સમગ્ર કેસમાં મહેસાણા પેરોલ ફ્લોની ટીમ સ્થળ પર જઇ રામપુરા (કટોસણ)ના ઝાલા છનુંભાને ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ખો આપતો હતો. જો કે, મહેસાણા પેરોલ ફ્લો ટીમે ઝડપી વધુ તપાસ માટે સાંથલ પોલીસમાં સોંપવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ
5 દિવસ પહેલા
