રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા24 જૂન, 2026| Super Admin

મહેસાણા મનપાની પ્રથમ સભા: ભારે ખેંચતાણ વચ્ચે વિકાસ કાર્યો મંજૂર

મહેસાણા મનપાની પ્રથમ સભા: ભારે ખેંચતાણ વચ્ચે વિકાસ કાર્યો મંજૂર

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આયોજિત પહેલી જ સામાન્ય સભા ભારે રાજકીય ખેંચતાણ અને હોબાળાની સાક્ષી બની હતી. વિવિધ સમિતિઓના સભ્યોની જાહેરાત વખતે સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. વિવાદનું મુખ્ય કારણ ત્યારે સર્જાયું જ્યારે ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને પાંચ મિનિટ માટે ચેમ્બરની બહાર જવાની વિનંતી કરી, જેથી પક્ષ પોતાની આંતરિક ચર્ચા કરી શકે. 

આ ટિપ્પણીના પગલે સભામાં માહોલ અત્યંત ગરમાયો હતો. અધિકારીઓને સભાખંડની બહાર જવાના મુદ્દે વિપક્ષે આકરો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે આ ઘટનાને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવતા કહ્યું હતું કે બોર્ડની સામાન્ય સભા એ કોઈ રાજકીય પક્ષની અંગત બેઠક નથી અને તેના સંચાલનના નીતિ-નિયમો જળવાવા જોઈએ. બીજી તરફ, ભગાજી ઠાકોરે પોતાના નિવેદનનો બચાવ કરતા સ્પષ્ટતા આપી હતી કે પક્ષના હોદ્દેદાર તરીકે તેમનો ઉદ્દેશ્ય માત્ર પાર્ટીનું મેન્ડેટ દંડકને સોંપવાનો જ હતો. તેમણે કોંગ્રેસ પર પાયાવિહોણો અને બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો વળતો આરોપ લગાવ્યો હતો.

આ તમામ રાજકીય ઘમાસાણ વચ્ચે પણ શહેરના હિત માટે કેટલાક અગત્યના વહીવટી અને વિકાસલક્ષી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવા રસ્તાઓ, ભૂગર્ભ ગટર, પેવરબ્લોક અને સ્ટ્રીટલાઈટ જેવા માળખાગત પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા હતા અને પછાત વિસ્તારોની સોસાયટીઓને વિશેષ રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, કર્મચારીઓના NPS અને ઉચ્ચ પગારધોરણના પ્રશ્નો ઉકેલવા, ફાયર વિભાગમાં નવી ભરતી કરવા, મૃતક કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવા તેમજ ટાઉન પ્લાનિંગ, શિક્ષણ અને આરોગ્ય સહિતની અગત્યની સમિતિઓની રચના કરવાના નિર્ણયો લેવાયા હતા.

સંબંધિત સમાચાર