રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 નવેમ્બર, 2025| Super Admin

મહેસાણા મનપાનો વિકાસ ગાંડો થયો : વિકાસના રોડ બનાવવા માટે તોતિંગ વૃક્ષોનું નિકંદન

મહેસાણા મનપાનો વિકાસ ગાંડો થયો : વિકાસના રોડ બનાવવા માટે તોતિંગ વૃક્ષોનું નિકંદન
ત્યારે પર્યાવરણની જાળવણી માટે મનપાની શું જવાબદારી ? મહેસાણા શહેરમાં મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણા શહેર ખરેખર વિકાસની હરણફાળ ભરતું થયું છે. મનપા કમિશ્નર ખટાલેના આવ્યા પછી શહેરની રોનક બદલાઈ ગઈ છે. રોડ, રસ્તા, લાઈટ, પાણી અને ગટર જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મનપા અધિકારીઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં જ્યાં સાચા અર્થમાં વિકાસની જરૂર છે ત્યાં તો કોઈ વિકાસ દેખાતો નથી અને જ્યાં વિકસિત વિસ્તાર છે. ત્યાં મનપાનો વિકાસ કૂદકેને ભૂસકે વધી રહ્યો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અહીંયા વાત છે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં બની રહેલા રોડ, રસ્તા અને અંડર લાઈન ગટર બનાવવાની ત્યાંરે રડોની બન્નેય બાજુએ આવેલા તોતિંગ વૃક્ષોનું પણ તંત્ર દ્વારા સરેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. મહેસાણા શહેરથી વિસનગર તરફ જતા માર્ગે હાલના તબક્કે મનપા દ્વારા રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે  જેમાં નડતરરૂપ થતા રોડની બેય બાજુ આવેલા વૃક્ષોને કાપી એ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે વિકાસની વાતો વચ્ચે મનપા અધિકારીઓ દ્વારા પર્યાવરણને શા માટે મોટાપાયે નુકસાન કરવામાં આવી રહ્યું છે?? શું આ બાબતે વન વિભાગ કે અન્ય સરકારી વિભાગોના નીતિ નિયમોને પણ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટર ઘોળીને પી ગયા છે ?  ત્યારે સ્થાનિક વિસ્તારના લોકોમાં શંકાનો સવાલ થવો વ્યાજબી જ છે કે મહેસાણા મનપાનો વિકાસ સાચે જ ગાંડો થઈ ગયો છે કે એમને પર્યાવરણની જાળવણીનું પણ ધ્યાન નથી રાખ્યું.    

સંબંધિત સમાચાર