રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા1 જાન્યુઆરી, 2026| Super Admin

મહેસાણા મહાનગર પાલિકા ભાન ભૂલી : મુખ્યમંત્રીના આગમન પહેલા ફાયર ફાઈટરથી ટાઉનહોલની સફાઈ કરાવી

મહેસાણા મહાનગર પાલિકા ભાન ભૂલી : મુખ્યમંત્રીના આગમન પહેલા ફાયર ફાઈટરથી ટાઉનહોલની સફાઈ કરાવી
આમ આદમી પાર્ટીની મનપા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ મહેસાણામાં મહાનગરપાલિકા બને એક વર્ષનો સમય થયો ત્યારે તે નિમિત્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા તે પહેલા મહાનગરપાલિકા હસ્તક રહેલો ટાઉનહોલ કે જેની સાફ સફાઈ સહિત શહેરના મુખ્ય માર્ગોને પણ સરખા કરી વ્યવસ્થીત કરી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આગમન પહેલા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને સજાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ એ દરમિયાન મનપા અધિકારીઓ ક્યાંક અજાણતા પગલું ભરી લીધું હોય તેમ ટાઉનહોલની સફાઈ દરમિયાન જોવા મળ્યું હતું. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ઉત્કૃષ્ટ દેખાવના અતિ ઉત્સાહમાં ભાન ભૂલી જવાયું હતું. જ્યાં આગ જેવી ભયાનક અને ઇમરજન્સી બનનારી ઘટનાઓમાં કામે લાગતી ફાયર ફાઈટરની ઇમરજન્સી સેવાનો દુરુપયોગ કરી પાણીનો મારો ચલાવી ટાઉનહોલની સફાઈ કરવામાં આવી હતી. તેવામાં જો શહેરના કોઈ ખૂણે આગનો બનાવ બને ત્યારે શું સ્થિતિ સર્જાય તેનો પણ ખ્યાલ રાખ્યા વગર મનપાએ આવી ઇમરજન્સી સેવાનો સદંતર દુરુપયોગ કર્યો હતો. જેનો વિડીયો રાતોરાત વાયરલ થઈ જતા શહેરીજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. જે જોતા શાજેરીજનોએ મનપા અધિકારીઓ પર ફિટકાર વરસાવ્યો હતો તેમજ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી શહેરના હિતમાં તેનો વિરોધ થવો જોઈએ તેમ લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામી હતી. આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેને સખત શબ્દોમાં વખોડી મનપાને પોતાની ભૂલનું દર્પણ બતાવી ચેતવણી આપતા જણાવ્યું હતું કે લોકોભોગ્ય સેવાઓનો મહાનગરપાલિકાના સત્તાધીશો આ પ્રમાણે દુરુપયોગ ન કરી શકે. આના માટે જવાબદાર સત્તાધીશો પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.    

સંબંધિત સમાચાર