રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા30 મે, 2026| Super Admin

મહેસાણા LCBનો મોટો સપાટો: ચોરીના ૧૧ બાઇક સાથે વાહનચોર ગેંગના ૫ સાગરીતો ઝડપાયા

મહેસાણા LCBનો મોટો સપાટો: ચોરીના ૧૧ બાઇક સાથે વાહનચોર ગેંગના ૫ સાગરીતો ઝડપાયા

મહેસાણા, હિંમતનગર, સિદ્ધપુર અને પેથાપુરથી બાઇકની ઉઠાંતરી

જિલ્લામાં વાહનચોરીના વધતા બનાવોને ડામવા માટે પોલીસ વડાની કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા હાથ લાગી છે. મહેસાણા, હિંમતનગર, સિદ્ધપુર અને પેથાપુર જેવા વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલની ઉઠાંતરી કરતી એક સક્રિય ગેંગના પાંચ સભ્યોને પોલીસે દબોચી લઈને આંતરજિલ્લા વાહનચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના અને એલ.સી.બી. પી.આઈ. એ.એમ. કામળીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પર આવેલા ખારી નદીના પુલ નજીક વોચ ગોઠવી હતી. જ્યાંથી નંબર પ્લેટ વિનાના ત્રણ સ્પ્લેન્ડર બાઇક સાથે ઉભેલા પાંચ શંકાસ્પદ ઈસમો મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ શખ્સો પાસે રહેલા વાહનો અંગે પ્રાથમિક પૂછપરછ કરતા જ ભાંડો ફૂટ્યો હતો અને તમામ વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પોતાની આગવી ઢબે સઘન પૂછપરછ હાથ ધરતા વાહનચોરીના એક મોટા રેકેટ પરથી પડદો ઊંચકાયો હતો. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે અલગ-અલગ સ્થળોએથી ચોરાયેલા કુલ ૧૧ જેટલા બાઇક જપ્ત કર્યા હતા. એલસીબીએ અંદાજિત રૂ. ૪.૨૦ લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કરીને પકડાયેલા પાંચેય વાહનચોરોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ મથકને સોંપી દીધા છે.

સંબંધિત સમાચાર