રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા23 મે, 2026| Super Admin

મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા: પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા: પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે તાજેતરમાં ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પંચાયત મહેસાણાના પંડિત દીનદયાળ કોમ્યુનિટી હોલ ખાતે, અધ્યાસી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી.

આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ૨૨ મે ૨૦૨૬ના રોજ બપોરે ૧૪:૦૦ કલાક સુધીમાં જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ પદ માટે પટેલ નીતિનભાઈ છનાભાઈ અને ઉપપ્રમુખ પદ માટે ઠાકોર માસંગજી રામાજીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. નિયત સમયે હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન બંને ઉમેદવારોના પત્રો માન્ય જાહેર કરાયા હતા.

આજની સામાન્ય સભામાં સર્વાનુમતે અને બહુમતી સાથે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ નીતિનભાઈ છનાભાઈને મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઠાકોર માસંગજી રામાજીને મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. બંને પદો પર એક-એક જ માન્ય ઉમેદવારી હોવાથી, પ્રમુખ અને ઉપપ્રમુખની આ વરણી કોઈપણ વિરોધ વિના, પૂર્ણ બહુમતી સાથે બિનહરીફ સંપન્ન થઈ છે.

સંબંધિત સમાચાર