વિસનગર-વડનગર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અંબિકા ફેક્ટરી પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 16 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટના 12 ઓગસ્ટના રોજ બની હતી. અંબિકા ફેક્ટરી પાસે એસટી બસ નંબર GJ.18.Z.7456એ રિક્ષા નંબર GJ.08.A.X.1194ને ટક્કર મારી હતી.સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક આઇશર વાહનને બચાવવા માટે એસટી બસે બ્રેક મારી હતી. આ દરમિયાન બસ સામેની સાઈડમાં જતાં રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં બેને ઈજાઓ થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફરિયાદના આધારે પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણા; વિસનગર-વડનગર રોડ પર અકસ્માત એક નું મોત બે ઘાયલ

ટેગ્સ:#CCTV footage#police investigation#Two injured#Mehsana Road Accident#Visnagar-Vadnagar Road#ST Bus Collision#Rickshaw Crash#Ambika Factory#Teenager Fatality#Mehsana District News
સંબંધિત સમાચાર
મહેસાણાકડીના દેઉસણા ગામે પોલીસની મોટી રેડ: બાવળની ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર્દાફાશ
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા-વિસનગર હાઈવે પર ડાલાની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત
4 દિવસ પહેલા
મહેસાણાભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
1 અઠવાડિયા પહેલા
મહેસાણાદેવું ચૂકવવાની ઘેલછામાં નકલી નોટોનો ખેલ: વિસનગરમાં કાવતરાનો પર્દાફાશ!
1 અઠવાડિયા પહેલા
