મહેસાણા; થોળ રોડ પાસે અકસ્માત ટ્રક પલટી ખાઈ ગઈ જાનહાની ટળી

કડીના થોળ રોડ ઉપર આવેલ રાજા એવન્યુ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોયાબીન ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
ટ્રક નંબર GJ 31 Z 7952 કપડવંજથી કડીના થોળ રોડ પર આવેલ અંબુજા ફેક્ટરીમાં સોયાબીન લઈને જઈ રહી હતી. હાઇવે પરથી થોળ રોડ તરફ વળતી વખતે અચાનક ટ્રક અનિયંત્રિત થઈ ગઈ હતી. ટ્રકે પહેલા દિવાલ અને ઇલેક્ટ્રીક થાંભલાને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે દિવાલ અને ઇલેક્ટ્રીક થાંભલો જમીનદોસ્ત થઈ ગયા. ત્યારબાદ ટ્રકે રસ્તા પર રહેલી પકોડીની લારીને પણ અડફેટે લીધી અને અંતે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બનતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માત છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ટ્રક હાઇવેથી થોળ રોડ પર આવતી વખતે અચાનક અનિયંત્રિત થઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
ટેગ્સ:#mehsana#Traffic Incident#Infrastructure Damage#Road Conditions#Local Response#Truck Accident#Thol Road#Overturned Vehicle#Soybean Cargo#Kapadvanj to Ambuja Factory#Loss of Control#Electric Pole
સંબંધિત સમાચાર
મહેસાણાબહુચરાજીના હાંસલપુરમાં સ્ક્રેપના વાડામાં આગથી લાખોનું નુકસાન: અફરાતફરીનો માહોલ સર્જાયો
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણાની ખારી નદી જોખમમાં! ગેરકાયદે ઝેરી કેમિકલ ઠાલવતું નેટવર્ક પોલીસના સકંજામાં
3 દિવસ પહેલા
મહેસાણાગાંધીનગર ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: ઊંઝામાં કેમિકલયુક્ત કલરવાળી વરિયાળીનું ષડયંત્ર ઝડપાયું
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા: પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા
3 દિવસ પહેલા
