રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા23 મે, 2025| Super Admin

મહેસાણા એસઓજી એ 5 કિલો ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી જેલના હવાલે કર્યો

મહેસાણા એસઓજી એ 5 કિલો ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી જેલના હવાલે કર્યો
વડનગરમાં પોતાના ખેતરમાં ગાજાનું વાવેતર; મહેસાણા જિલ્લાના તાજેતરમાં ગાંજાનો મોટો જથ્થો પકડી કડક કાર્યવાહી કરતાં મહેસાણા જિલ્લા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી જઈ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કમર કસી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણા એસઓજી પોલીસે તાબડતોબ એક્શન મોડમાં આવી જઈ વડનગર તાલુકાના કરબટીયા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભૈડાવાડા વિસ્તારમાં એસઓજીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી એસઓજીની ટીમને ગાંજાના છોડ મળી આવ્યા હતા. અંદાજે લગભગ 5 કિલો 400 ગ્રામ જેટલું વજન ધરાવતા ગાંજાની કિંમત રૂપિયા 54,500 આંકવામાં આવી રહી છે. પોલીસે ખેતરના માલિક ઠાકોર અળખાજી ગનજીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાના કબજાવાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. મહેસાણા જિલ્લામાં ગાંજો, અફીણ અને ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ અધિકારીએ વિશેષ સૂચના આપી હતી. આ સૂચનાના પગલે એસઓજી પોલીસનો સ્ટાફ વડનગર પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર