રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા24 ફેબ્રુઆરી, 2025| Super Admin

મહેસાણા એલસીબીએ સબસિડી યુક્ત યુરિયા ખાતરની બેગો જપ્ત કરી બેની ધરપકડ

મહેસાણા એલસીબીએ સબસિડી યુક્ત યુરિયા ખાતરની બેગો જપ્ત કરી બેની ધરપકડ
લક્ષ્મીપુરામાં રેઝિન ફેક્ટરીમાંથી સબસિડી વાળું 100 બેગ યુરિયા ઝડપાયું, બે શખ્સની ધરપકડ મહેસાણા એલસીબીએ કડી તાલુકાના નંદાસણ નજીક લક્ષ્મીપુરા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓમ શોપ નામની ફેક્ટરીમાંથી ભારત સરકારનું સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગો જપ્ત કરી છે. 9 જાન્યુઆરી 2024ના રોજ એલસીબીને બાતમી મળી હતી કે, લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલી ઓમ શોપ ફેક્ટરીમાં રેઝિન બનાવવા માટે ગેરકાયદેસર રીતે સબસિડી વાળા યુરિયા ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસે દરોડો પાડતાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક પિકઅપ ડાલામાંથી યુરિયા ખાતરની બેગો મળી આવી હતી. પોલીસે પિકઅપ ડાલાના ચાલક કરણસિંહ પરમાર (રહે. સોજા, તાલુકો કલોલ) અને ફેક્ટરીના માલિક લાલભાઈ બળદેવભાઈ પટેલ (રહે. લક્ષ્મીપુરા, તાલુકો કડી)ની ધરપકડ કરી છે. પોલીસે પિકઅપ ડાલા (GJ-18-BV 8553) અને કંપનીના શેડમાંથી કુલ 100 બેગ યુરિયા ખાતર જપ્ત કર્યું છે. ફેક્ટરીના માલિક પાસે યુરિયા ખાતર રાખવા કે વાપરવાની કોઈ પરમિટ ન મળતાં પોલીસે ખાતર અને વાહન સહિત મુદ્દામાલ કબજે લીધો છે. એલસીબીએ ખેતીવાડી વિભાગને જાણ કરી છે. યુરિયા ખાતરના નમૂના પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ ખાતર ખેડૂતોના ઉપયોગ માટેનું હોવાનું જણાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર