રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જુલાઈ, 2026| Super Admin

શિહોરી સહિત કાંકરેજ પંથકમાં મેઘમહેર; ખેડૂતોમાં ખુશીની લહેર

શિહોરી સહિત કાંકરેજ પંથકમાં મેઘમહેર; ખેડૂતોમાં ખુશીની લહેર

અડધા કલાકના ધોધમાર વરસાદથી વાવણીને વેગ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સહિત સમગ્ર કાંકરેજ પંથકમાં શુક્રવારે મધરાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. રાત્રે આશરે 12 વાગ્યે શરૂ થયેલો વરસાદ લગભગ અડધા કલાક સુધી વરસતા સમગ્ર વિસ્તારમાં વાવણીલાયક વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. અગાઉ થયેલા મગફળી સહિતના ખરીફ પાકોના વાવેતરને આ વરસાદથી નવજીવન મળ્યું છે, જ્યારે હજુ વાવેતર બાકી રાખનારા ખેડૂતો માટે પણ હવે વાવણીનો માર્ગ મોકળો બન્યો છે.

વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે, સાથે જ પશુપાલકો અને ગ્રામજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને વરસાદના અભાવે ચિંતિત બનેલા ધરતીપુત્રો હવે ચોમાસાની ખેતીના કામમાં પરોવાઈ ગયા છે. મેઘરાજાની આ મહેરથી સમગ્ર કાંકરેજ પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર