અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-ડીસા હાઇવે પર અમૂલના આઈશર ટ્રકમાં આગ: અફરાતફરી મચી
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસ જનરલ હોસ્પિટલમાં પગાર મુદ્દે વર્ગ-4 કર્મચારીઓની હડતાલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી: ૫ સપ્ટેમ્બરે મતદાન, ભાજપના મેન્ડેટ પર નજર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના જાવલ ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત: નવા બ્લોક મંજૂર કરવા માંગ
1 દિવસ પહેલા
