રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 જૂન, 2025| Super Admin

ડીસામાં થોડા વરસાદમાં જ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

ડીસામાં થોડા વરસાદમાં જ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા
નવો રોડ બનાવાયો પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત ડીસા નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પહેલા જ વરસાદે પાણીમાં બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાણપુર રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા આ વર્ષે પણ યથાવત રહેતા ૨૦ થી વધુ સોસાયટીઓના રહીશો અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ પર નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, રોડનું લેવલ ઊંચું લેવાતા પિંક સિટી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓ ખાડામાં ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે, ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદે પિંક સિટી સોસાયટી બહાર તળાવ જેવો માહોલ સર્જી દીધો હતો. ડામર રોડ બનાવવાની કામગીરીમાં મેનેજમેન્ટના અભાવનો સીધો ભોગ સોસાયટીના રહીશો બની રહ્યા છે. દર વર્ષની જેમ, પીક સિટી સોસાયટી બહાર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાની ટીમો તાત્કાલિક કામે લાગી હતી. ભૂગર્ભ ગટરની ચેમ્બરો ખોલીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ આ પ્રક્રિયા દર વર્ષે દોહરાવાય છે. આ પરિસ્થિતિ એ પ્રશ્ન ઊભો કરે છે કે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા નવા ડામર રોડનો ખરેખર શું અર્થ ? જો દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય, તો નવા રોડ બનાવવાનો હેતુ શું સિદ્ધ થાય છે તેવો રહીશોએ બળાપો ઠાલવ્યો હતો.ડીસા નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચે સંકલન અને મેનેજમેન્ટના અભાવને કારણે હાલમાં નવો ડામર રોડ બન્યા બાદ પણ રાણપુર રોડ પર વાહનચાલકો, રાહદારીઓ અને સોસાયટીના રહીશોને દર વર્ષની જેમ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

સંબંધિત સમાચાર