રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 મે, 2025| Super Admin

પાલનપુરના ગઢ ગામે મંદિરમાં ધોળે દહાડે ચોરી કરનાર ઇસમ ઝડપાયો

પાલનપુરના ગઢ ગામે મંદિરમાં ધોળે દહાડે ચોરી કરનાર ઇસમ ઝડપાયો

પાલનપુર તાલુકાના ગઢ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમા આવેલા મંદિરમાં તાજેતરમાં ધોળે દહાડે ચાંદીના છત્રોની ચોરી થઇ હતી. જે અંગે મંદિરના પુજારીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મંદિર ચોરીનો ભેદ ઉકેલવા સધન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામા આવ્યો છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમા છેલ્લા એક મહિનામા ખસા, ટાકરવાડા બાદ ગઢમાં બસ સ્ટેન્ડ પર આવેલ ઠાકોર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ધોળે દહાડે માતાજીની મૂર્તિ પર રહેલા 400 ગ્રામ ચાંદીના અને પંદર હજારની કિંમતના પાંચ છત્રની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને લઇ ગઢ પોલીસે સીસી ટીવી કેમેરા ચેક કરીને અગાઉ પાટણ તેમજ ડીસામાં ચોરીના ગુનામાં ઝડપાયેલા મૂળ સરસ્વતી તાલુકાના કોઇટા ગામના વતની અને હાલ ડીસા સિંધી કોલોનીમાં રહેતા શાંતિજી પૂંજાજી ઠાકોર નામના ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર