રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા12 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો

પાલનપુરમાં ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો
પોલીસે ચાર સામે ગુનો નોંધી હાજર ન મળી આવેલ વ્યક્તિઓની શોધ ખોળ હાથ ધરી કરી; પાલનપુર હનુમાન ટેકરી સર્વિસ રોડ પર એક શખ્સ ઓનલાઇન જુગાર રમતો હોવાની પશ્ચિમ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી એક શખ્સને ઝડપી ચાર સામે ગુનો નોંધી હાજર ન મળી આવેલ વ્યક્તિઓની શોધખોળા હાથ ધરી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે પાલનપુર હનુમાન ટેકરી સર્વિસ રોડ ઉપર એક શખ્સ મોબાઇલમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન જુગાર રમી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરી જુગાર રમતા અમિતભાઈ નરોત્તમભાઈ નાઇ મૂળ ગામ કુશ્કલ હાલ રહે શુકનવિલા દેવપુરા તાલુકો પાલનપુર ને ઝડપી લીધો હતો. તે આઈડી થી ક્રોમ બ્રાઉઝર માં બુકફેર નામની વેબસાઈટમાં ક્રિકેટનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે રૂપિયા એક લાખનો મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પરેશભાઈ ચૌધરી રહે છાપી તાલુકો વડગામ, દિનેશભાઈ જીવરામભાઇ જુડાલ રહે કુશ્કલ તા.પાલનપુર અને રાજુભાઈ મફાભાઈ દેસાઈ રહે. ચંડીસર તાલુકો પાલનપુર હાજર ન મળી આવ્યા હતા. જેથી પોલીસે એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનો કરવા અંગેની ફરિયાદ દાખલ કરી હાજર ન મળી આવેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર