રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ12 મે, 2026| Super Admin

ચાણસ્મામાં પ્રેમ સંબંધની અદાવત લોહીયાળ બની: એક જ પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો

ચાણસ્મામાં પ્રેમ સંબંધની અદાવત લોહીયાળ બની: એક જ પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો

પાટણ જિલ્લાના ચાણસ્મામાં અગાઉના પ્રેમ સંબંધની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક જ પરિવારના સભ્યો પર લાકડી અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ચાણસ્માના ઇન્દિરાનગરમાં રહેતા બળદેવભાઈ જેણાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી સાથે આરોપી વિશાલ ઉર્ફે ભાણો સબુરભાઈ પરમારને અગાઉ પ્રેમ સંબંધ હતો. આ બાબતે સામાજિક રીતે સમાધાન થયું હતું અને વિશાલને ચાણસ્મામાં નહીં આવવા માટે સામાજિક આગેવાનો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આમ છતાં, ગત તારીખ 10/05/2026ના રોજ રાત્રિના 21:00 કલાકે વિશાલ તેના મામા કિરીટકુમાર કાંતિલાલ પરમારના ઘરે આવ્યો હતો. આ અંગે ફરિયાદી બળદેવભાઈ ઠપકો આપવા જતા આરોપી કિરીટભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ફરિયાદીને બરડાના ભાગે લાકડી ફટકારી હતી.વધુમાં, ઝઘડો ઉગ્ર બનતા આરોપી વિશાલ અને પિયુષકુમાર કિરીટભાઈ પરમાર હાથમાં છરીઓ લઈને ધસી આવ્યા હતા. આરોપી પિયુષકુમારે છરી વડે હુમલો કરતા બળદેવને જમણા હાથના અંગૂઠા પર ઈજા પહોંચી હતી.

આ દરમિયાન ફરિયાદીના ભાઈ પ્રવીણ અને પુત્રી નિરંજલીબેન તથા વૃદ્ધ માતા લક્ષ્મીબેન વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ છરી વડે પ્રવીણભાઈને ડાબા હાથની કોણી નીચે ઈજા પહોંચાડી હતી અને લક્ષ્મીબેનને આંખના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે ચાણસ્મા પોલીસે વિશાલ ઉર્ફે ભાણો સબુરભાઈ પરમાર, કિરીટકુમાર કાંતિલાલ પરમાર અને પિયુષકુમાર કિરીટ પરમાર સામે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Chansma

સંબંધિત સમાચાર