રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા23 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસામાં ચંદ્રલોક રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ લારીઓ-વાહનો હટાવાયા

ડીસામાં ચંદ્રલોક રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ લારીઓ-વાહનો હટાવાયા
દક્ષિણ પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના હાર્દ સમા ચંદ્રલોક સહિતના મુખ્ય માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને રાખીને નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ​ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ. એમ.બી. કોટવાલ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ અને ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મુખ્ય વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.​પોલીસ અને નગરપાલિકાની ટીમે ડીસા લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ સુધીના માર્ગ પર ખાસ તપાસ હાથ ધરી હતી. આ માર્ગ પર રસ્તાની બંને બાજુએ ઉભી રહેતી શાકભાજીની લારીઓ અને રસ્તાની વચ્ચે અડચણરૂપ ઉભા રહેતા વાહનોને દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.​લાંબા સમયથી દબાણોને કારણે સાંકડા બનેલા રોડ- રસ્તાઓ આ ઝુંબેશ બાદ ખુલ્લા અને પહોળા દેખાવા લાગ્યા છે, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.  

સંબંધિત સમાચાર