રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં ગટર લાઇટ અન્ય સોસાયટીમાં પસાર કરવાની તજવીજને લઇ સ્થાનિકોમાં રોષ

પાલનપુરમાં ગટર લાઇટ અન્ય સોસાયટીમાં પસાર કરવાની તજવીજને લઇ સ્થાનિકોમાં રોષ
કોન્ટ્રાક્ટર -પાલિકાની મનમાની વિરૂદ્ધ જિલ્લા કલેકટરને રજૂઆત પાલનપુરમાં વોર્ડ નંબર એકમાં ભૂગર્ભ ગટર લાઈન મંજૂર કરવામાં આવી છે. જેમાં કોન્ટ્રાકટર અને પાલિકાના સત્તાધીશો દ્વારા જે જગ્યાએ ગટર લાઇન પસાર કરવાની છે તે જગ્યા બદલી અન્ય સોસાયટીમાં પસાર કરવાની તજવીજ કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને બનાવ અંગે કલેકટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. પાલનપુરમાં વોર્ડ નંબર એકમાં સમાવિષ્ઠ મધુવન સોસાયટીમાં વરસાદી તેમજ ઘર વપરાશના ગંદા પાણીનો નિકાલ કરવા માટે પ્રકાશનગરથી લડબી નાળા સુધી ભૂગર્ભ ગટર લાઇન મંજૂર કરાઇ છે જેનો લે આઉટ પ્લાન તૈયાર થઇ ગયો છે. તેમ છતાં કોન્ટ્રાકટર અને પાલિકાના સત્તાધીશો પોતાની મનમાની ચલાવીને આ ગટર લાઇન પ્રકાશ નગરના બદલે આનંદ નગરમાંથી પસાર કરવાની તજવીજ કરવામાં આવતા આ સોસાયટીમાં ભુગર્ભમાં આવેલ ગેસ લાઇન, પાણી તેમજ ગટર લાઈન અને પ્રોટેક્શન વોલને ભારે નુકશાન થવાની ભીતિને લઇ જે સ્થળ પર ગટર લાઈન મંજૂર કરવામાં આવી છે તે જ જગ્યાએ ગટર લાઈન પસાર કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર