સિધ્ધપુરના મુડાણા નજીક નદીના પટ માંથી ફોર્ચ્યુનર ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી એલસીબી ટીમ પાટણ દ્રારા કાયદેસર ની કાર્યવાહી માટે સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોધાવી આગળ ની તપાસ સોપી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા I/C પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી દ્રારા પાટણ જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ટીમે ચક્રો ગતિમાન કરતાં બાતમી હકિકત મળેલ કે, એક ફોર્ચ્યુનર ગાડી નંબર- GJ 18.BM.6042 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. જે ગાડી બનાસકાંઠા ના ધારેવાડા તરફથી પાટણ જીલ્લામાં પ્રવેશ કરી મુડાણા ગામ થઇ સમોડા આવવાના સરસ્વતી નદીના પટમાં થઇ કાચા રસ્તે આવનાર છે, જે હકિકત આધારે નદીમાં નાકાબંધી કરી નાકાબંધી દરમ્યાન ગાડીના ચાલક તેજારામ અજારામ સારણ (ચૌધરી) ઉ.વ.૨પ રહે.મુકનો કા તલ્લા દુધુ તા.ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) તથા બાજુમાં બેસેલ ઇસમ સલીમખાન મનુખાન મંગલીયા (મુસ્લમાન) રહે.દેવડોકી બસ્તી રેડાણા તા.રામસર જી,બાડમેર (રાજસ્થાન) વાળાઓ ફોર્ચ્યુનર ગાડી નંબર-GJ.01.KZ.0040 ની અસલ નંબર પ્લેટની જગ્યાએ ખોટી બનાવેલ નંબર-GJ.18.BM.6042 ની નંબર પ્લેટ લગાડી જે ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી બોટલ ટીન નંગ-૨૦૬૩ કુલ કી.રૂ.૭,૨૫,૮૦૬ નો મુદામાલ રાખી મળી આવેલ આ બાબતે સિધ્ધપુર પો.સ્ટે. ગુનો દાખલ કરેલ છે, જેની આગળની તપાસ સિધ્ધપુર પો.સ્ટે.ને સોપવામાં આવતા આ ગુનામાં સંડોવાયેલાવાદળસિહ રામસિંહ વાઘેલા રહે-રામનગર દાંતીવાડા જી.બનાસકાંઠા અને અન્ય બે શખ્સો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
સિધ્ધપુરના મુડાણા નજીક નદીના પટ માંથી ફોર્ચ્યુનર ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી ટીમ

ટેગ્સ:#Patan LCB team#Criminal Investigation#Cross-Border Crime#Liquor Seizure#Illegal Alcohol Trade#Foreign Liquor Smuggling#Indian-Made Foreign Liquor#Vehicle Interception#Siddhpur Police Station#Fortuner Vehicle Raid#Riverbed Trafficking Route#Fake Number Plate#Banaskantha to Patan Route#Barmer Rajasthan Accused
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
13 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
14 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
