રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુર માંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો

પાલનપુર માંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો

બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબી સ્ટાફે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવારશીથી કણબીયાવાસ જવાના રોડ પર એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડીને રોકી તપાસ કરી. ગાડીના ચાલક પાસે કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો. શંકાસ્પદ જણાતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ રામજીજી રમેશજી ઠાકોર (ઉંમર 24, રહે. કુવારશી, તા. દાંતા) તરીકે આપી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ ગાડી તેણે ગઈકાલે પાલનપુરની એક ગેરેજ પાસેથી ચોરી કરી હતી. પકડાયેલી સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીનો આગળનો બમ્પર ખોલેલો હતો અને આગળની નંબર પ્લેટ લગાવેલી ન હતી. ગાડીનો પાછળનો નંબર GJ-06-PK-0313 છે. ગાડીની કિંમત રૂ. 42 લાખ અને આરોપી પાસેથી મળેલા મોબાઈલની કિંમત રૂ. 3000 મળી કુલ રૂ. 42.03 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર