પાલનપુર હાઇવે વિસ્તારમાંથી એક યુવકનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. અમદાવાદ હાઇવે પર આવેલા બ્રિજ નીચે વર્ધમાન બંગ્લોઝ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
હાલ યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે રહસ્ય અકબંધ છે. પોલીસે મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકનું મોત અકસ્માત, આપઘાત કે અન્ય કોઈ કારણસર થયું છે તે અંગે સ્પષ્ટતા થવાની પોલીસને આશા છે.





