બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત, પાલનપુર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ની ટીમે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સેલેરિયો ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જોકે ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. બાતમીના આધારે ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ અને પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સૂચનાના અનુસંધાને એલ.સી.બી. પી.આઈ. એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન, એલ.સી.બી.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, "રજી.નં. GJ 24 AQ 9650 વાળી એક સફેદ કલરની સેલેરિયો ગાડી આખોલ ચાર રસ્તા તરફથી આવી રહી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે પુલના છેડે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની સેલેરિયો ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ભગાડી મૂકી હતી અને આગળ જતાં ભોયણ ગામ તરફના સર્વિસ રોડ પર શિવ મોટર્સ સામે ડીસા-પાલનપુર હાઇવે પાસે ગાડી મૂકીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. જેમાં કુલ રૂ. ૭.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્ય. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૧૧૯૬ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૨,૨૨,૪૦૮/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સેલેરિયો ગાડી (કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-) પણ જપ્ત કરી હતી. આમ, એલ.સી.બી.એ દારૂ અને ગાડી મળી કુલ રૂ. ૭,૨૨,૪૦૮/- નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરાર થઈ ગયેલ સેલેરિયો ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસામાં એલ.સી.બી.નો સપાટો : કારમાંથી રૂ.૭.૨૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
7 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
8 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
9 કલાક પહેલા
