રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જુલાઈ, 2025| Super Admin

એલસીબી પોલીસે દાંતીવાડા માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો; 13 લાખનો મુદ્દામાલ જપ્ત

એલસીબી પોલીસે દાંતીવાડા માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો; 13 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાવધરાથી ડેરી રોડ પર નાકાબંધી દરમિયાન પોલીસે બ્રેઝા ગાડી નંબર GJ09BG4389માંથી 6.01 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરની 1611 બોટલ જપ્ત કરી છે. આરોપી કિશનભાઈ મોહનભાઈ માળી (રહે. અટાલ, દાંતીવાડા)ને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 50,000) અને બ્રેઝા ગાડી (કિંમત રૂ. 6.50 લાખ) સહિત કુલ રૂ. 13.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ગુલાબસિંહ વાઘેલા, ચેહરસિંહ વાઘેલા (બંને રહે. રામનગર), ગણપતસિંહ દેવડા (રહે. પાદર, રેવદર), સુનીલસિંહ ઝાલા (રહે. કમલપુર, વિસનગર), સીતુસિંહ વાઘેલા અને નિર્વણસિંહ વાઘેલા (બંને રહે. રામનગર) ફરાર છે. આરોપીઓએ રાજસ્થાનના ભેરૂગઢથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. બનાસકાંઠા એસપી અક્ષયરાજના માર્ગદર્શન અને એલસીબી પીઆઈ એ.વી. દેસાઈના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર