રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા16 મે, 2025| Super Admin

મહેસાણામાં એસએમસીની રેડમાં લાખોનો દારૂ પકડાયો અને જિલ્લા પોલીસ ફરી ઊંઘતી ઝડપાઇ

મહેસાણામાં એસએમસીની રેડમાં લાખોનો દારૂ પકડાયો અને જિલ્લા પોલીસ ફરી ઊંઘતી ઝડપાઇ
મહેસાણા જિલ્લામાં SMCની રેડથી પોલીસ બેડામાં ફફડાટ; મહેસાણા જિલ્લા પોલીસના નાક નીચેથી એસએમસી રેડ પાડી દારૂ, જુગાર, વરલી મટકા, ડબ્બા ટ્રેડિંગ સહિતના અનેક બે નંબરના ધંધાને ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે જિલ્લા પોલીસ શું કામગીરી કરતી હશે એનો અંદાજ સરળતાથી આવી શકે છે. ગત બે દિવસ અગાઉ મહેસાણા જિલ્લામાં એસએમસીની રેડ પડી હતી જેમાં લાખોના મુદ્દામાલ સાથે મોટાપાયે દારૂની ખેપ પકડી પાડવામાં આવી હતી જ્યા આ રેડ બાદ ઉપરા ઉપરી બીજા દીવસે બીજી રેડમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ વિસનગર રોડ પરથી દારૂ ભરેલી કાર પણ એસએમસી દ્વારા રેડ કરીને ઝડપી પાડવામાં આવતા જિલ્લા પોલીસ ફરીથી ઉંઘતી ઝડપાઈ છે. મહેસાણા જીલ્લાના ખેરાલુ, અને સુઢિયા વચ્ચે રોડ પર ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ, ગાંધીનગર એસએમસીની ટીમે બાતમી આધારે રોડ બ્લોક કરી ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં બપોરના સમયે ઈંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા કાર સાથે બે આરોપી ઝડપાયા હતા. ગાંધીનગર એસએમસીના પીએસઆઇ આર.એસ.શર્માની ટીમ એ દોઢ મહીનામાં ત્રીજી ગાડી ઝડપી છે, ખેરાલુ અને વડનગર સહિત જિલ્લા પોલિસ ઊઘતી ઝડપાઈ છે, આ બંને પોલીસ મથકમાં વહીવટદારો માત્ર હપ્તા ઉઘરાવતા હોવાની ચર્ચા ઠેક ઠેકાણે ચાલી રહી છે. તેવામાં એસએમસી પીએસઆઇ શર્માએ ખાડામાં પડેલી ક્રેટા ગાડીને ટ્રેક્ટર લોડર મંગાવીને બહાર કાઢી હતી. લાખોના દારૂ સાથે પકડાયેલી સફેદ કલરની ક્રેટા ગાડી તેનો નંબર સાચો છે કે ખોટો, તે તપાસ નો વિષય છે. પરંતુ વડનગર પોલીસને દારૂની ગણતરી કર્યા પછી, દારૂ જથ્થા સાથે સાથે આરોપીની તપાસ સોપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ઉપરા ઉપરી બીજી રેડમાં એસએમસીએ દારૂ ભરેલી કાર ઝડપતા પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી ગયો છે, જે રેડમાં 6,34,000 કિંમતની 692 દારૂની બોટલો ઝડપાઈ છે. દારૂની બોટલો અને કાર સહિત કુલ 16 લાખ 44 હજારના મુદ્દામાલ સાથે 2 વ્યક્તિઓ પણ એસએમસીની રેડમાં કાર સાથે રંગે હાથ ઝડપાઇ ગયા છે. ત્યારે જિલ્લા વાસીઓમાં સવાલ ઉઠવા પામ્યો છે કે વારંવાર એસએમસી જ દારૂ, જુગાર વગેરે જેવી બદીઓ પર રેડ કરીને પકડી પાડે છે તો જિલ્લા પોલીસ શું કરી રહી છે?? તેવામાં જિલ્લા પોલીસની કામગીરી અને ભૂમિકા શંકાસ્પદ હોય તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર