સિદ્ધપુરના કાકોશી હદમાં આવેલા ડીંડોરોલ ગામ પાસેના બે ઈંટના ભઠ્ઠા પર કાકોશી પોલીસે દરોડા પાડી ભઠ્ઠા પર સગીર બાળકોને મજુરી કામ કરાવતા ભઠ્ઠા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.કાકોશી પોલીસે બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ હેઠળ બે અલગ-અલગ જગ્યાએ છાપો માર્યો હતો જેમાં પ્રથમ કાકોશી-મેથાણ રોડ પર આવેલા 'બનાસ બ્રિક્સ' નામના ઈંટના ભઠ્ઠા પર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભઠ્ઠાના સંચાલકો 14 વર્ષની સગીરા પાસે ઈંટો પાડવાની મજૂરી કરાવતા હતા. આ મામલે એ.એચ.ટી.યુ. પાટણના એ.એસ.આઈ. શિલાબેન લાલજીભાઈની ફરિયાદના આધારે ભઠ્ઠાના સંચાલકો રામ અવતાર પુરણલાલ કશ્યપ અને યુસુફ સુણસરા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જયારે બીજા બનાવમાં, ડીંડોરોલ ખાતે આવેલા 'ભગવતી બ્રિક્સ' પર સરકારી શ્રમ અધિકારી મનસ્વી મનુભાઈ કથીરીયા દ્વારા તપાસ કરાઈ હતી.અહીં પણ સંચાલકો દ્વારા સગીર બાળકો પાસે ઈંટો પાડવાની મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.શ્રમ અધિકારીની ફરિયાદના આધારે ભઠ્ઠાના સંચાલક મહેશ પ્રજાપતિ અને રીષી પાલવર્મા સામે બાળ મજૂર પ્રતિબંધક કાયદાની કલમ 3, 3(A), 14(1)(1A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી બાળ મજૂરી કરાવતા અન્ય એકમોમાં ફફડાટ વ્યાપી જવાની સાથે બાળ મજૂરી ના કાયદાના પાલન અંગે જાગૃતિ આવી હોવાનું જાણવા મળ્યું છે.
કાકોશી પોલીસે બે ઈંટોના ભઠ્ઠા પર દરોડા પાડી બાળ મજૂરી કરાવતા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી

સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
5 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
5 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
