રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા28 જુલાઈ, 2025| Super Admin

18 લાખના દાગીનાની ચોરી; કડીમાં રહેતો પરીવાર ઘરમાં સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યા

18 લાખના દાગીનાની ચોરી; કડીમાં રહેતો પરીવાર ઘરમાં સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યા

કડીના કરણનગર રોડ સ્થિત પરમાનંદ સીટીમાં રહેતો રાજસ્થાની પરિવાર રાત્રે ઘરમાં સૂતો હતો, ત્યારે ત્રાટકેલા તસ્કરો બીજા માળે જાળી તોડી કબાટમાં મૂકેલા રૂ.18.40 લાખના અંદાજે 23 તોલા સોનાના દાગીના ચોરી ગયા હતા. શહેરના કરણનગર રોડ સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ સામે આવેલી પરમાનંદ સીટીમાં મકાન નંબર 43માં રહેતાં રાજસ્થાનના વિક્રમસિંહ શેખાવત જોટાણા સ્થિત ગોલ્ફ સિરામિક કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. રાતે વિક્રમસિંહ તેમની પત્ની તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સો બીજા માળની જાળી તોડી અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં એક એલ્યુમિનિયમના ડબ્બામાં મૂકેલા સોનાના ચોરી ગયા હતા. સવારે ઉઠીને વિક્રમસિંહ તેમની દવા લેવા માટે ઉપરના માળે ગયા તો જાળી તૂટેલી હતી અને કબાટ ખુલ્લા જોઈ બૂમાબૂમ કરતાં તેમનાં પત્ની ઉપર દોડી આવ્યાં હતાં. બંનેએ કબાટમાં ચેક કરતાં 7 તોલા સોનાના બે બેસ્લેટ, 14 તોલા સોનાનો હાથનો પાંચો તથા કાનની બે બુટ્ટી મળી રૂ.18.40 લાખના 23 તોલા સોનાના દાગીના ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું. આથી વિક્રમસિંહ શેખાવતે કડી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ આર.કે. પાટીલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર