રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામે રોડ લેવલિંગ બાબતે ગ્રામજનોનો તંત્ર અને ધારાસભ્ય પર ફિટકાર

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામે રોડ લેવલિંગ બાબતે ગ્રામજનોનો તંત્ર અને ધારાસભ્ય પર ફિટકાર
મહેસાણા જિલ્લાનું ઐઠોર ગામ કે જે ગણપતિ મંદિરના લીધે અતિ પ્રસિદ્ધ છે, પ્રતિ દિવસ અહીંયા હજારો ભક્ત દાદાના દર્શન કરવા આવતા જતાં હોય છે, આમ તો ઐઠોર ગામ ઊંઝા જેવા વિકસિત શહેરને અડીને આવેલું નાનકડું ગામ છે પરંતુ આ ગામમાં વિકાસના નામે રાજકીય રમતો રમાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સુવિધાઓથી સભર ગામ હોવા છતાં પણ આ ગામના રોડ રસ્તા ખખડધજ હાલતમાં અને લેવલિંગ વગરના થઈ ગયા છે. જ્યાં પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા આવતા યાત્રિકોને આવાગમનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તાના સમારકામ અને લેવલિંગ બાબતે ઐઠોર ગામના ગ્રામજનોએ અનેકોવાર સ્થાનિક ધારાસભ્ય તેમજ તંત્રના જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક આવેદનો આપ્યા છે છતાં પણ ઐઠોર ગામના રોડ રસ્તા બાબતે ના તો તંત્રને કાઈ પડી છે કે ના તો સ્થાનિક ધારાસભ્યને કોઈ રસ છે. ઐઠોર ગામના એક જાગૃત યુવક આશિષ પટેલે વારંવારની રજુઆત બાદ લેખિત અરજી આપી હતી, જે અરજી આપે પણ આશરે દસ મહિના કરતળો સમય વીતી ગયો પણ સ્થાનિક તંત્રના નઠોર અધિકારીઓ કે ઊંઝા ધારાસભ્યએ કોઈ પણ કામગીરી કરી નથી. જેના લીધેતંત્રના જવાબદાર અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યની નીરસ કામગીરીને લઈને સ્થાનિકો રોષે ભરાઈ આવનારી ચૂંટણીમાં જવાબ આપીશું તેમ કહેતા પણ જોવા મળી રહ્યા છે. ઐઠોર જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાને રોડ રસ્તા બાબતે અનેકવાર મીડિયામાં અહેવાલ રજૂ થયા છે છતાં તંત્રના અધિકારીઓ કે ધારાસભ્યના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે સવાલ એ થાય છે કે ગામના લોકો અને દર્શનાર્થે આવતા ભક્તોની વધતી જતી હેરાનગતિ માટે જવાબદાર કોણ તંત્રના અધિકારીઓ કે સ્થાનિક ધારાસભ્ય કે પછી રાજકીય આગેવાનો??

સંબંધિત સમાચાર