રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં ચેક રિટર્ન કેસમાં ખેડૂતને એક વર્ષની કેદ અને રૂ. ૫.૧૦ લાખના વળતરનો હુકમ

ડીસામાં ચેક રિટર્ન કેસમાં ખેડૂતને એક વર્ષની કેદ અને રૂ. ૫.૧૦ લાખના વળતરનો હુકમ

ડીસાના એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ સામે આવેલી 'ગણેશ સીડસ કોર્પોરેશન' નામની પેઢીમાંથી બટાટાના બિયારણની ખરીદી પેટે આપેલો રૂ. ૫,૧૦,૧૨૦ નો ચેક પરત ફરતા, કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી સજા ફટકારી છે. આ હુકમની વિગતો અનુસાર દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામના ખેડૂત મથુરજી રૂપાજી કુમરેચાએ ગણેશ સીડસ કોર્પોરેશનના પ્રોપરાઈટર મફતલાલ ચમનાજી ટાંક પાસેથી બટાટાનું બિયારણ બાકીમાં ખરીદ્યું હતું. આ બાકી રકમ પેટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો રૂ. ૫,૧૦,૧૨૦/- નો ચેક આપ્યો હતો. જે બેંકમાં જમા કરાવતા 'અપૂરતા ભંડોળ' ના શેરા સાથે પરત ફર્યો હતો.જે મામલે મફતલાલ ચમનાજીએ કોર્ટના દ્વાર ખખડાવેલા. જે બાબતનો કેશ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીના વકીલ એચ. જે. સુમરાની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી, અદાલતે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ આરોપી મથુરજી કુમરેચાને​ ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને ​ફરિયાદીને વળતર પેટે રૂ. ૫,૧૦,૧૨૦/- બે માસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.​જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની સાદી કેદનો પણ હુકમ કર્યો છે.    

સંબંધિત સમાચાર