રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 સપ્ટેમ્બર, 2025| Super Admin

ચંડીસરમાં પત્નીની હત્યા કરનારો હત્યારો પતિ ઝડપાયો

ચંડીસરમાં પત્નીની હત્યા કરનારો હત્યારો પતિ ઝડપાયો
પત્નીની હત્યા કરી પતિ જેલમાં જતા 4 સંતાનો નોંધારા બન્યા પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં ઘર કંકાસમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી દેતા ચાર સંતાનો નોંધારા બન્યા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમા આરોપીને દબોચી લઈ જેલના સળિયા ગણતો કરી દીધો છે. પાલનપુર તાલુકાના મડાણા ડાંગીયા ગામની ચકુબેન નામની મહિલાના લગ્ન પંદર વર્ષ અગાઉ ચંડીસર ગામમાં રહેતા દિલીપ ઉર્ફે ગાભા મથુરજી ઠાકોર સાથે થયા હતા. આ દંપતિને પંદર વર્ષના દામ્પત્ય જીવનમાં ચાર સંતાન થયા હતા. ત્યારે સોમવારે દિલીપ અને તેની પત્ની ચકુબેન વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી. જેમાં પતિએ આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પત્ની ના માથામાં ઘા મારતા તેને સારવાર અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત ગંભીર જણાતા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના ભાઇએ ગઢ પોલીસ મથકે દિલીપ મથુરજી ઠાકોર વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.દરમિયાન, પોલીસે હ્યુમન સોર્સને આધારે ગણતરીના કલાકોમાં આરોપી પતિને દબોચી લઈ જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું ડીવાયએસપી બી.એમ.પરમારે જણાવ્યું હતું.  ક્ષણિક આવેગમાં પત્નીની હત્યા કરનાર પતિ જેલમાં જતા માં-બાપ વગર ચાર સંતાનો નોંધારા બન્યા છે.    

સંબંધિત સમાચાર