રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

અંબાજીમાં પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે

અંબાજીમાં પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે
ચંદ્ર ગ્રહણને લઇ મંદિર પણ બંધ રહેશે શક્તિ પીઠ અંબાજી ખાતે આગામી ફાગણ સુદ પૂનમને હોળી અને ધુળેટીના તહેવારોને લઇ  દર્શન- આરતીના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તા. 02/03/2026 ને સોમવાર (ફાગણ સુદ 14) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7.30 થી 8.00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8.00 થી 11.30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12.00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7.30 થી 8.00 કલાકે થશે. જ્યારે તા. 03/03/2026 ને મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્ર ગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6.00 થી 6.30 કલાકે આરતી અને 6.30 થી 7.30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7.30 થી 8.00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી સવારે 9.45 થી બપોરે 2.00 કલાક સુધી દર્શન કરી શકાશે. ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે આશરે 9.30 કલાકે  કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમય બાદ તા. 4/03/2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી  રાબેતા મુજબના સમયે કરવામાં આવશે.પુનમે ચંદ્ર ગ્રહણ હોવાથી અંબાજી મંદિર સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન માટે બંધ રહેશે.    

સંબંધિત સમાચાર