રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 જૂન, 2026| Super Admin

કડી માટે ઐતિહાસિક નિર્ણય: નવી સેશન્સ કોર્ટને મંજૂરી મળતાં સ્થાનિકો અને વકીલોમાં હર્ષની લાગણી

કડી માટે ઐતિહાસિક નિર્ણય: નવી સેશન્સ કોર્ટને મંજૂરી મળતાં સ્થાનિકો અને વકીલોમાં હર્ષની લાગણી

મહેસાણા જિલ્લાના કડી શહેર માટે એક અત્યંત આનંદના સમાચાર આવ્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા અને અનેક રજૂઆતો બાદ, આખરે ગુજરાત હાઈકોર્ટે કડીમાં નવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે જ કડી ખાતે ૬ઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે જિતેન્દ્રકુમાર શિવપૂજનરામ પ્રજાપતિની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી કડી બાર એસોસિએશન અને ન્યાયતંત્ર સાથે જોડાયેલા તમામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, આગામી ૨૨મી જૂનથી કડીમાં આ નવી સેશન્સ કોર્ટનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ જશે અને ન્યાયિક કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ કોર્ટની સ્થાપના થવાથી કડી, જોટાણા તેમજ બેચરાજી તાલુકાના હજારો નાગરિકોને સીધો ફાયદો થશે. અગાઉ ગંભીર ફોજદારી અને અન્ય મોટા કેસોની સુનાવણી માટે પક્ષકારોને છેક મહેસાણા સુધી લાંબા થવું પડતું હતું, જે હાલાકીનો હવે અંત આવશે. સ્થાનિક કક્ષાએ જ ન્યાયિક પ્રક્રિયા ઉપલબ્ધ બનતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના મુસાફરી પાછળ થતા આર્થિક ખર્ચ અને સમયની મોટી બચત થશે. આ ઉપરાંત, વકીલો માટે પણ કોર્ટની કામગીરી વધુ સરળ અને અનુકૂળ બનશે. કોર્ટ ઘરઆંગણે જ હોવાથી કેસોની સુનાવણીમાં વેગ આવશે અને પડતર કેસોનો ઝડપી નિકાલ થવાથી લોકોને સત્વરે ન્યાય મળવાની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

ઉલ્લેખનીય છે કે, કડી શહેરનો વ્યાપારિક, ઔદ્યોગિક અને વસ્તીની દ્રષ્ટિએ ઝડપી વિકાસ થઈ રહ્યો હોવાથી અહી કેસોનું ભારણ પણ વધી રહ્યું હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા કડી બાર એસોસિએશન દ્વારા સરકાર અને હાઈકોર્ટમાં સેશન્સ કોર્ટ માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આખરે આ પ્રયત્નો સફળ થયા છે, જેને સ્થાનિક આગેવાનો કડીના ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને સુવર્ણ પગલાં તરીકે જોઈ રહ્યા છે.

ટેગ્સ:#Mehsana District

સંબંધિત સમાચાર