રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા7 જૂન, 2025| Super Admin

હિંમતનગર; દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ. 50 લાખ જપ્ત કરવામાં આવ્યા

હિંમતનગર; દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ. 50 લાખ જપ્ત કરવામાં આવ્યા
હિંમતનગર; જુનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર.કે. આંગડીયા પેઢીમાં દરોડો પાડ્યો આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ. 50 લાખ જપ્ત કરવામાં આવ્યા જુનાગઢના ટોપ-25 લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા સામે તપાસ ચાલી રહી તે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી બનાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, હિંમતનગરની આર.કે. આંગડીયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કારીયાના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવતી હતી. 1 એપ્રિલથી 25 એપ્રિલ 2025 સુધીમાં કુલ રૂ. 92,10,150નું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું. ધીરેનના પુત્ર પરમ કારીયાએ એપ્રિલ માસમાં 9 વખત નાણાકીય વ્યવહારો કર્યા આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં તે રકમની ઉપાડ અને જમા કરાવવા આવતો જોવા મળ્યો. જુનાગઢ પોલીસે ધીરેન કારીયા સહિત 8 આરોપીઓ વિરુદ્ધ GCTOC એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઇન્દ્રધનુષ્ય કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીમાં નાયબ પોલીસ અધીક્ષક હિતેશ ધાંધલ્યા અને LCBની ટીમે તપાસ કરી હતી. આ અંગે જુનાગઢ DYSP હિતેશ ધાંધલ્યાએ વાતચીતમાં જણાવ્યું હતું. કે, ધીરેન કારિયા જે દારૂની હેરાફેરી મોટા પાયે કરે છે  અને જે ફરાર છે ત્યારે તેની સામે ગુજ્સીટોક મુજબ ગુનો નોધાયો છે. ત્યારે તેની તપાસમાં દારૂની હેરાફેરી માટેના રોકડ R.K.આંગડીયા પેઢીમાં હોવાનું સામે આવતા પેઢીમાં આવી રોકડ રૂ 50 લાખ કબજે લીધી છે. બીજી તરફ R.K.આંગડીયા પેઢીના પંકજ પટેલ અને ગૌતમ પટેલને જુનાગઢ હાજર રહેવા નોટીસ આપી છે. પોલીસે રોકડ સાથે એક મોબાઈલ પણ કબજે લીધો છે, જેને લઈને મોબાઈલની તપાસ થયા બાદ મોટા વ્યવહારો કરતા લોકોના નામ સામે આવી શકે છે.

સંબંધિત સમાચાર