રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જુલાઈ, 2025| Super Admin

શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી

શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી

ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામને જોડતા માર્ગ પર હાલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો સહીત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૧૫ વર્ષથી દર ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી ત્યારે સરકાર તાત્કાલિક આ માર્ગનો સર્વે કરી નવો રોડ બનાવવા આ  વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. https://youtu.be/02HGVMn4NCM ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચ પીપળા ગામને જોડતા માર્ગ પર છેલ્લા ૧૫ વર્ષથી દર ચોમાસામાં ભારે વરસાદી પાણી વહેતું થાય છે. જેના કારણે ૧૫ દિવસ સુધી લોકોની અવરજવર બંધ થઈ જાય છે અને સતત પાણી ભરાયેલું રહેતા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી ન શકતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. બીજી તરફ આ વિસ્તાર મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલો છે પરંતુ આ રસ્તા પર વાહનો પણ ચાલી ન શકે એટલું પાણી ભરાઈ જાય છે. જેના કારણે પશુપાલકો ડેરી સુધી પણ દૂધ ભરાવા માટે જઈ શકતા ન હોઈ દિવસો સુધી દૂધ પડી રહેતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત રસ્તાનું પાણી ખેતરોમાં પણ પ્રવેશે છે જેના કારણે ખેડૂતોને પણ પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. જોકે, છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્તારના લોકોએ તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા રોડ બનાવવાનું માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ ૧૫ વર્ષથી રોડ બનતો નથી. જેના કારણે અત્યારે આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જતા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે.

સંબંધિત સમાચાર