રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી : તંત્ર સજ્જ, કંટ્રોલ રૂમ કાર્યરત

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી : તંત્ર સજ્જ, કંટ્રોલ રૂમ કાર્યરત

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સજ્જતા દાખવવામાં આવી છે અને દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ આજે ડીસા કંટ્રોલ રૂમ (02744- 222250) ની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ધારાસભ્ય પ્રવિણ માળીએ મામલતદાર સહિતના અધિકારીઓ સાથે વરસાદની સંભવિત પરિસ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખાસ કરીને જો અતિ ભારે વરસાદ પડે તો કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરવો અને લોકોને સુરક્ષિત રાખવા તે અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મોડી રાતથી બનાસકાંઠામાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, ત્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર