રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા2 એપ્રિલ, 2026| Super Admin

કડીમાં કાળજું કંપાવતી ઘટના: મજૂર પરિવાર પર JCB ફરી વળતા બે માસૂમ બાળકોના મોત

કડીમાં કાળજું કંપાવતી ઘટના: મજૂર પરિવાર પર JCB ફરી વળતા બે માસૂમ બાળકોના મોત

દસ કલાક સુધી માતા બન્નેય બાળકોની લાશ પાસે બેસી રહી

કડી-કલ્યાણપુરા રોડ પર ગત મોડી રાત્રે કાળજું કંપાવી મુકે તેવી ઘટના બનવા પામી છે. રોડ નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂર પરિવારના બે બાળકો પર જેસીબી મશીન ફરી વળતા માસૂમ એવા બન્નેય બાળકોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જે ઘટના કડી શહેરના નાની કડી વિસ્તારમાં આવેલઈ શિવ શક્તિ કોટન ઇન્ડસ્ટ્રીઝ નજીકમાં બની હતી.

કડી-કલ્યાણપુરા રોડનું છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવાનું કામગીરી ચાલી છે તેવામાં ગત મોડી રાત્રે  GJ 2 BS 2704 નંબર ના જેસીબી મશીનનો ચાલક કપચી નાખવા માટે જેસીબી મશીન રિવર્સ કરી રહ્યો હતો. તે સમયે રોડ એકબાજુએ સુઈ રહેલા મુજરી કામ કરતા પરિવાર કે જે મૂળ મધ્યપ્રદેશના વતની હોવાની જાણવા મળેલ જે મજૂર પરિવારના બે નાના બાળકો પણ ત્યાં ન સુઈ રહેલા હતા. તે સમયે જેસીબી રિવર્સ લાઇ રહેલા ડ્રાઈવરને જોવામાં ન આવતા અચાનક જ જેસીબી મશીન માસૂમ ભૂલકાઓ પર ફરી વળ્યું હતું. જે દ્રશ્ય જોયા બાદ માતા હૈયાફાટ આક્રંદ કરતી જોવા મળી હતી. જેસીબી મશીન નિકજે ચગદાઈ ગયેલા બન્નેય બાળકોની લાશમાં પોતાના વહાલસોયા દિકારાઓ શોધતી એક માંની મમતા કાળજું કંપાવી દે તેવી હતી. બન્નેય દિકરાઓની લાશ સાથે તેમની માતા રાત્રે 2.30 વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે 1:30 વાગ્યા સુધી લાશ જોડે ઘટના સ્થળે જ બેસીને આક્રંદ કરતી હતી.

 આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ મરણ જનાર બન્નેય બાળકોની લાશ તેના પરિવારજનોના આવ્યા બાદ પોલીસે કબજો મેળવી કુંડાળમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ.

 મરણ જનાર બન્નેય બાળકોના મજૂરીકામ કરતા પરિવારજનો નાની કડી નજીક રાધે હોટલની પાછળના ભાગે કોન્ટ્રાક્ટરના પ્લાન્ટમાં રહેતા હતા. તેઓ મૂળ વતન નદારપુરા તા.શુંગપુરા જી.ઝાબવા મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.મૃતક બાળકો એ અલ્કેશ મોહનભાઈ બાભનીયાના બાળકો હતાં. એ જે પોતે પણ મજુરી કામ કરે છે. જેમના બાળકોમાં કાલિક કે જેની ઉંમર 4 વર્ષની હતી જ્યારે બીજો હાર્દિક કે જેની ઉંમર 2 વર્ષની જ હોવાનું જણાવ્યું હતું. જે બન્નેય બાળકોના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજતાં કડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર