રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જુલાઈ, 2026| Super Admin

હારીજ એસઓજીની ટીમે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

હારીજ એસઓજીની ટીમે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

પાટણ એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં ચાલી રહેલ નકલી અને બોગસ ડોક્ટરો વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત હારીજ પંથક માંથી વધુ એક બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોઈ પણ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતો હતો.પકડાયેલા નકલી ડોક્ટરની ઓળખ અજીતભાઈ તુવર (ઉં.વ.46, રહે. મુજપુર, તા. શંખેશ્વર) તરીકે થઈ છે.તે કાતરા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી મહાદેવજીના મંદિરની દુકાન ભાડે રાખીને પ્રેક્ટિસ કરતો હતો.પાટણ એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતલબેન બી.ચૌધરીની હાજરીમાં કાતરા ગામના બસ સ્ટેન્ડ પર આવેલી દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ રેડ દરમિયાન આરોપી અજીતભાઈ તુવર કોઈ પણ માન્ય લાયસન્સ વગર, માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં, અનુભવના આધારે રોજ દસથી પંદર જેટલા નિર્દોષ દર્દીઓને તપાસીને એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને આઈ.વી.સેટ (ગ્લુકોઝના બાટલા) ચઢાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી ભર્યું કૃત્ય કરતો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી બ્લડ પ્રેશર માપવાનું મશીન, સ્ટેથોસ્કોપ, મોન્ટેલુકાસ્ટ સોડિયમ, રેબેપ્રાઝોલ કેપ્સ્યુલ, ડેક્સામેથાસોન ઇન્જેક્શન અને નીડલ સહિત કુલ 24 પ્રકારની જુદી-જુદી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ 6959 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર