રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જૂન, 2025| Super Admin

ડીસા સહિત જિલ્લામાં ટ્રાફિકના નિયમોની ઘોર અવગણના નંબર પ્લેટની જગ્યાએ 'રામાંધણી'

ડીસા સહિત જિલ્લામાં ટ્રાફિકના નિયમોની ઘોર અવગણના નંબર પ્લેટની જગ્યાએ 'રામાંધણી'
ડીસા સહિત સમગ્ર જિલ્લામાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ, દરેક વાહન પર આગળ અને પાછળ નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો કોઈ વાહન અકસ્માત સર્જે કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાય, તો પોલીસ નંબર પ્લેટના આધારે કાયદેસરની કાર્યવાહી કરી શકે. જોકે, ડીસા સહિત આસપાસના વિસ્તારમાં એક નવો "ક્રેઝ" જોવા મળી રહ્યો છે, જ્યાં વાહન ચાલકો નંબર પ્લેટની જગ્યાએ માત્ર "રામાંધણી" લખાવીને ફરી રહ્યા છે.આવા અનેક ફોરવ્હીલર વાહનો રસ્તાઓ પર જોવા મળે છે, જેના પર નંબર પ્લેટને બદલે "રામાંધણી" જેવા ધાર્મિક લખાણો હોય છે. આસ્થા અને શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે, પરંતુ ટ્રાફિક નિયમન એ જાહેર વ્યવસ્થા અને સુરક્ષાનો ભાગ છે. કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, અને તે સમાજમાં સુવ્યવસ્થા જાળવવા માટે અત્યંત જરૂરી છે. નંબર પ્લેટ વિનાના વાહનો કાયદાના અમલીકરણમાં મોટી મુશ્કેલીઓ ઊભી કરે છે. અકસ્માત કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આવા વાહનોને ઓળખવા પોલીસ માટે અત્યંત મુશ્કેલ બની જાય છે, જેના કારણે ગુનેગારોને પકડી પાડવામાં વિલંબ થાય છે  અથવા તો તેઓ કાયદાના સકંજામાંથી છટકી શકે છે. ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. વાહન ચાલકોને કાયદાનું પાલન કરવા અને નંબર પ્લેટ પર નિયત ફોર્મેટમાં જ નંબર લખાવવા અંગે જાગૃત કરવા અત્યંત અનિવાર્ય છે. નાગરિકોની સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવા માટે આ પ્રકારના બેદરકારીભર્યા વર્તન સામે કડક પગલાં લેવા એ સમયની પણ માંગ છે.

સંબંધિત સમાચાર