રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા29 મે, 2026| Super Admin

મહેસાણામાં ગોઝારો અકસ્માત: બેકાબૂ ટેમ્પો પરિવાર પર ત્રાટક્યો, માસૂમ બાળકનું મોત

મહેસાણામાં ગોઝારો અકસ્માત: બેકાબૂ ટેમ્પો પરિવાર પર ત્રાટક્યો, માસૂમ બાળકનું મોત

મહેસાણાની માનવ આશ્રમ ચોકડી નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો અકસ્માત સર્જાયો છે. સ્નેહ ભાવ બંગલોઝ પાસે શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવાર પર કાળમુખો ટેમ્પો ફરી વળ્યો હતો. આ દર્દનાક ઘટનામાં એક વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ચિત્રોડા ગામનો દેવીપૂજક પરિવાર માનવ આશ્રમ ચોકડી પાસે આવેલ સ્નેહ ભાવ બંગલોઝ નજીક બેસીને શાકભાજી વેચી રહ્યો હતો. આ દરમિયાન, માનવ આશ્રમ ચોકડીથી વિસનગર તરફ જઈ રહેલા એક બેકાબૂ ટેમ્પો (ડાલુ) ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો સીધો જ આ ગરીબ પરિવાર પર ચડી ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ જીવલેણ અકસ્માતમાં શિવાંશ આકાશભાઈ દેવીપૂજક નામના માત્ર એક જ વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો જેમાં બાળકની માતા કાજલબેન, આકાશભાઈની માતા ગીતાબેન, ગીતાબેનના માતા ભીખીબેન જોઈતારામ દેવીપૂજક અને આકાશભાઈના મામા મુકેશભાઈ દેવીપૂજકનો સમાવેશ થાય છે, તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે તાબડતોબ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, મૃતક બાળક શિવાંશની માતા કાજલબેનની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સઘન સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવાર પર અણધારી આફત આવી પડતા ચિત્રોડા ગામ અને દેવીપૂજક સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ટેગ્સ:#mehsana##RoadAccident

સંબંધિત સમાચાર