રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 માર્ચ, 2025| Super Admin

ડીસામાં ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપાયા 53 કિલો ગાંજા સાથે 5.32 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસામાં ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપાયા 53 કિલો ગાંજા સાથે 5.32 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એસઓજી પોલીસે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે 53.265 કિલોગ્રામ ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેની કિંમત 5.32 લાખ રૂપિયા છે. બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી. કે ડીસાના ડોલીવાસથી બનાસ નદી તરફ જતા હનુમાનજીના મંદિર સામે રાજુભાઈ સૈનીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા કેસરસિંહ પરબતસિંહ વાઘેલા અને ધારસિંહ પચાણજીએ ગાંજાના છોડ વાવ્યા છે. જેથી એસઓજી પી.આઈ.એજી.રબારી સહિત પોલીસ ટીમે તપાસ કરતા ખેતરમાં શેઢે અલગ અલગ જગ્યાએ ગાંજાના છોડ વાવેલા હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસે દરોડો પાડીને કુલ 718 ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. પોલીસે આરોપી ધારસિંહ પચાણજી પાસેથી 464 છોડ જપ્ત કર્યા હતા, જેનું વજન 36.465 કિલોગ્રામ હતું. જ્યારે આરોપી કેસરસિંહ પાસેથી 254 છોડ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનું વજન 16.800 કિલોગ્રામ હતું.પોલીસે કુલ 53.265 કિલો મળી રૂપિયા 5.32 લાખનો મુદ્દા માલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

સંબંધિત સમાચાર