રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જૂન, 2026| Super Admin

ડીસામાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવનાર ગેંગનો પર્દાફાશ: ૪ આરોપીઓ જેલભેગા, ફરાર ૨ યુવતીઓની શોધખોળ શરૂ

ડીસામાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવનાર ગેંગનો પર્દાફાશ: ૪ આરોપીઓ જેલભેગા, ફરાર ૨ યુવતીઓની શોધખોળ શરૂ

ડીસા પંથકના એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની ખંડણી માંગવાના ચકચારી કેસ માં ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સમગ્ર કાવતરાની મુખ્ય ભૂમિકા ભજવનાર બે યુવતીઓની શોધખોળ તેજ બનાવી છે.

ફરિયાદ મુજબ, કિરણ નામની યુવતીએ ખેડૂત સાથે ફોન પર મિત્રતા કેળવી તેને પાલનપુર બોલાવ્યો હતો. ત્યારબાદ કિરણ અને તેની બહેનપણી પૂજાએ ખેડૂતને વિવિધ સ્થળોએ લઈ જઈ કાવતરાના ભાગરૂપે તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં અન્ય સાગરીતો સાથે મળીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ.10 લાખ રૂપિયા ની ખંડણી માંગવામાં આવી હતી. જોકે બાદમાં 5 લાખ રૂપિયામાં સમાધાન કરવાની વાત કરી ખેડૂત ઉપર દબાણ કરવામાં આવ્યું હતું.

આરોપીઓએ ખેડૂત પાસેથી બળજબરીપૂર્વક 54 હજાર રૂપિયા પડાવ્યા હતા તેમજ કેટલાક મહત્વના દસ્તાવેજો પણ કબજે કરી લીધા હતા. બાકીના સાડા ચાર લાખ રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે ખેડૂતે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણીને ઝડપી પાડી તેમની તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર કિરણ અને તેની બહેનપણી પૂજાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.ડીવાયએસપી જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું કે, સમગ્ર હની ટ્રેપ રેકેટના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર