રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના આખોલ પાસેથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ચાર વાહનો ઝડપાયા

ડીસાના આખોલ પાસેથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ચાર વાહનો ઝડપાયા
નાયબ કલેકટરની સૂચનાથી સર્કલ ઓફિસરે કાર્યવાહી કરી: ડીસાના આખોલ નજીક બનાસ નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર ખનીજ ચોરી કરતા બે ડમ્પર,એક ટ્રેલર અને એક ટ્રેકટરને ડીસા નાયબ કલેકટરની સૂચનાથી સર્કલ ઓફિસરે ઝડપી લીધા હતા. તેમજ આ બાબતે કાર્યવાહી કરવા ભૂસ્તર વિભાગને જાણ કરી છે. ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ડીસા નાયબ કલેકટર નેહા પંચાલને મળતા તેઓ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ડીસા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને સાથે રાખી ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બે ડમ્પર અને એક ટ્રેલર તેમજ એક ટ્રેક્ટર નદીમાંથી સાદી રેતી ભરીને આવી રહ્યું હતું. તેમની પાસે પાસ પરમિટ કે રોયલ્ટી બાબતે પૂછતા કોઈ પ્રકારનું પરમિટ મળી આવેલ ન હતું કે રોયલ્ટી પાસ પણ ન હતો. જેથી ચારેય વાહનોને ડીસા મામલતદાર કચેરી ખાતે સીઝ કરી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. હાલ તો નાયબ કલેકટરની સૂચનાથી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો કબ્જે કરી કરોડોનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ડીસા પંથકમાંથી થતી ખનીજ ચોરી અટકાવવા માટે ખનિજ વિભાગની સાથે સ્થાનિક તંત્ર પણ એક્સન મોડમાં આવ્યું છે.તેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

સંબંધિત સમાચાર