રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ29 મે, 2025| Super Admin

પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે પાટણની ત્રણ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર ટ્રાફિક ડોમ અપૅણ કરાયાં

પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે પાટણની ત્રણ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર ટ્રાફિક ડોમ અપૅણ કરાયાં
ટ્રાફિક ડોમ પર લોકોમાં અંગદાન ની જાગૃતતા માટે ના સ્લોગન લખાયા; અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદા ની પ્રેરણાથી પાટણની સેવાકીય સંસ્થા નીરજ સેવા ટ્રસ્ટ, પાટણ એપીએમસી અને શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગુરુવારે શહેરના નવજીવન ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસની સુવિધા માટે તૈયાર કરાયેલા સુવિધા યુક્ત ટ્રાફિક ડોમને પાટણના પનોતા પુત્ર તેમજ નિરજ સેવા ટ્રસ્ટના ચેરમેન અને તાજેતરમાંજ જેઓની હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે. જિલ્લા પોલીસ વડા  વી.કે.નાયી અને પોલીસ વિભાગને અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ઉનાળો,ચોમાસું,શિયાળા ની ત્રણેય ઋતુમાં ટ્રાફિક પોલીસ અનેક મુશ્કેલી વેઢી ને પણ પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે પાટણ ની ત્રણ સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાટણ ટ્રાફિક પોલીસ ની મુશ્કેલી દુર કરવા અને લોકોમાં અંગદાન ની જાગૃતતા ઉભી કરવાના શુભ હેતુથી શહેરના ટ્રાફીક સમસ્યા માટે મહત્વના ગણાતા હાઈવે વિસ્તારના નવજીવન ચાર રસ્તા,ટી.બી.ત્રણ રસ્તા,એપીએમસીના હાઈવે પરના પ્રવેશ દ્રાર સામે અને પાટણ-ચાણસ્મા - હારીજ ને જોડતા ત્રણ રસ્તા પર સુંદર બેઠક વ્યવસ્થા,લાઈટ, પંખાની સુવિધા યુકત ટ્રાફિક ડોમ અપૅણ કરી એક સુંદર સેવાકાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પાટણ ટ્રાફિક પોલીસ ની સુવિધા માટે ફાળવવામાં આવેલ ટ્રાફીક ડોમ પોલીસ પરિવાર ને અપૅણ કરવા બદલ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે નીરજ સેવા ટ્રસ્ટ ના કે.સી.પટેલ, ચંદ્રીકાબેન દશૅકભાઈ ત્રિવેદી, મિલિન્દ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટના યતીન ગાંધી સહિત ત્રણેય સંસ્થાઓનાં સૌ સભ્યોનો હ્દય થી આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર