રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 માર્ચ, 2025| Super Admin

ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ વાળી ટ્રકમાંથી રૂ.52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ વાળી ટ્રકમાંથી રૂ.52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
કોલસાના કટ્ટાની આડમાં લઈ જવાતો રૂ.52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો; પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવી કોલસાના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને એલસીબી પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ગઢ પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકતના આધારે નાકાબંધી ગોઠવી હતી. દરમ્યાન મોજે ચંડીસર ખાતે ડીસા-પાલનપુર હાઇવે ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ સામે હાઇવે રોડ ઉપર ટ્રક ગાડીના ચાલક સાંગારામ મુળારામ જાટ(કડવાસરા) રહે.જાટો કી બસ્તી પોસ્ટ.ગરડીયા તા.રામસર જી.બાડમેર વાળાએ પોતાના કબ્જાની ટ્રકમાં ખોટી નંબર પ્લેટ નં.RJ17GC 6334 વાળી લગાવી ગે.કા. અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૮૭૬ કિ.રૂ.૫૨,૫૫,૬૦૪/- તથા મોબાઇલ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા બિલ,ઇવે બિલ, બિલ્ટી, લાયસન્સ, વિમા પોલીસી, તાડપત્રી,પાવડરના કટ્ટા,ચાવી કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭૨,૬૫,૬૦૪/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તથા પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર વિક્રમસિંગ રહે.હિસ્સાર હરીયાણા તથા દારૂ ભરેલ ટ્રક આપનાર વિક્રમસિંગનો માણસ તથા રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ નાઓ એકબીજાના મેળાપીપણાથી ગે.કા અને વગર પાસ પરમીટનો પંજાબ રાજય નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી આરોપીઓએ સંગઠીત થઇ સિન્ડીકેટ બનાવી આર્થિક લાભ સારૂ ગુનાહીત કૃત્ય કરેલ હોય જેની વિરૂધ્ધમાં ગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર