રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા16 જૂન, 2026| Super Admin

મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો

મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો

ઉનાળાની ઋતુમાં લોકો કેરીના રસની મજા માણતા હોય છે, ત્યારે નફાખોરીના ચક્કરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લાના શોભાસણ ગામમાં આવેલી જાણીતી 'સકર ડેરી' પર ફૂડ વિભાગે અચાનક દરોડા પાડીને મોટા પાયે અખાદ્ય સામગ્રીનો પર્દાફાશ કરતા સ્થાનિક વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. 

ડેરીના પ્રોડક્શન યુનિટ પર ઝીણવટભરી તપાસ દરમિયાન કેમિકલ અને અખાદ્ય રંગોનો ઉપયોગ કરીને કેરીનો રસ બનાવવાનું મસમોટું કૌભાંડ પકડાયું હતું.ફૂડ સેફ્ટી ઓફિસર વી.જે. ચૌધરીની આગેવાની હેઠળની વિશેષ ટીમે આ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 990 કિલોગ્રામ કેરી, 170 કિલો તૈયાર શંકાસ્પદ રસ અને 120 લિટર પેપ્સી મળીને કુલ 1,200 કિલો જેટલો ભેળસેળયુક્ત અને અખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો. લોકોના આરોગ્યના હિતમાં તંત્ર દ્વારા અંદાજિત રૂ. 58,100 ની કિંમતના આ અખાદ્ય માલનો તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડેરીમાંથી લેવામાં આવેલા વિવિધ શંકાસ્પદ સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી બાદ ફૂડ અધિકારી વી.જે. ચૌધરીએ નાગરિકોને જાગૃત કરતા અપીલ કરી હતી કે, બજારમાં વેચાતા તૈયાર રસને આકર્ષક દેખાડવા માટે નફાખોરો દ્વારા તેમાં ઘણીવાર પ્રતિબંધિત કલર અને કેમિકલ ઉમેરવામાં આવે છે. આવા અખાદ્ય રસનું સેવન કરવાથી મનુષ્યના લિવર અને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચી શકે છે. તેથી, બજારમાં મળતા રસના વિકલ્પે ઘરે જ તાજી કેરી લાવીને તેમાંથી કાઢેલો શુદ્ધ રસ પીવો સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત અને હિતાવહ છે.

ટેગ્સ:#mehsana#Food Department

સંબંધિત સમાચાર