રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા23 એપ્રિલ, 2025| Super Admin

કડી છત્રાલ હાઈવે પર કચરાના ઢગલામાં લાગી આગ ભારે જહેમત બાદ આગ પર કાબુ જાનહાની ટળી

કડી છત્રાલ હાઈવે પર કચરાના ઢગલામાં લાગી આગ ભારે જહેમત બાદ આગ પર કાબુ જાનહાની ટળી
અફરાતફરી વચ્ચે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા; મહેસાણા જિલ્લાના કડી છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક આવેલી એક હોટલની પાસે સોમવારના રોજ સમી સાંજે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જ્યાં રસ્તાની એક તરફ કચરાના ઢગલા નીચે આવેલી સાબરમતી ગેસની હેવી પાઈપલાઈનમાં એકાએક લીકેજ થતાં અચાનક જ આગ સળગી ઉઠતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો. આગ લાગવાની ઘટનાને જોઈ નજીકમાં રહેલા સ્થાનિકોએ તાત્કાલિક કડી નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. પાંજરાપોળ નજીક બનેલી આગની ઘટનાને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ જવા પામ્યો હતો જ્યાં કડી પોલીસે તાત્કાલિકઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવી રસ્તો ચાલુ કરાવ્યો હતો. ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ થઈ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણી સાબરમતી ગેસ કંપનીના અધિકારીઓ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી લીકેજ થયેલી ગેસ પાઈપનું સમારકામ શરૂ કરતા નજીકના વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ લાગેલી આગમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થયેલ નથી તેમજ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.  

સંબંધિત સમાચાર