રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ5 જુલાઈ, 2025| Super Admin

પાટણ પાલિકા અને UGVCL દ્વારા કરવામાં આવેલા ખોદકામે શહેરના નાગરિકોની મુશ્કેલીઓ વધારી

પાટણ પાલિકા અને UGVCL દ્વારા કરવામાં આવેલા ખોદકામે શહેરના નાગરિકોની મુશ્કેલીઓ વધારી
ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરવામાં નહિ આવે તો આગામી પાલિકાની ચુટણી મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી પાટણ શહેરમાં નગરપાલિકા અને UGVCL દ્વારા કરવામાં આવેલા ખોદકામે નાગરિકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઈન અને UGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન માટે શહેરભરમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય રીતે પુરાણ ન થતાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે.ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. તેના કારણે નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આથી રોગચાળો ફેલાવાની દહેશત પણ જોવા મળી રહી છે. નગરપાલિકા શહેરીજનો પાસેથી ડબલ વેરો વસૂલે છે, છતાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આક્રોશિત નાગરિકોએ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરવા અને વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી  માગણી કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે ખોદકામ વાળા રસ્તાઓનું સમારકામ કરે અને લોકોની મુશ્કેલીઓ દૂર કરે.

સંબંધિત સમાચાર