વારાહી નજીક અર્ટિગા કાર આગની લપેટમાં સપડાઈ

કારમાં બેઠેલા ત્રણેય શખ્સો બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે એક અર્ટિગા કાર આગની લપેટમાં આવી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભુજથી આવી રહેલી આ અર્ટિગા ગાડી નં MP-09 WJ 0279 હાઇવે પર દોડી રહી હતી ત્યારે તેના એન્જિન માંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડી જ વારમાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર ત્રણેય મુસાફરો સમય સૂચકતા વાપરીને તરત જ ગાડી માથી બહાર નીકળી જતાં તેઓનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આગ એટલી ભીષણ હતી કે અર્ટિગા કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળ ની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
6 કલાક પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
1 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
